એક અનોખો બાયોડેટા - (સીઝન-૧)ભાગ-૪૭

  • 3.7k
  • 1.6k

રાતના સાડા બારથી નિત્યાનું મગજ વિચારોમાં ખોવાયેલું હતું.નિત્યા પોતાની જાતને જ પ્રશ્ન કરતી હતી અને એ પ્રશ્નોના જવાબ પણ એ પોતે જ પોતાને આપતી હતી. (આમ પણ કહેવાય છે ને કે માણસ જ્યારે સ્વંય સાથે વાત કરતો હોય ત્યારે એને પોતાના પ્રશ્નોના જવાબ કોઈને પૂછવાની જરૂર રહેતી નથી.આપોઆપ બધું જ ક્લીઅર કટ દેખાતું હોય છે કે પોતે શું કરવું જોઈએ અને શું નહિ.એટલે તમને જ્યારે પણ સમય મળે થોડો સમય એકલા રહીને પોતાની જાતને જરૂર આપજો.) આ બાજુ દેવની હાલત પણ કંઈક એવી જ હતી.એને પણ નિત્યા સાથે આરગ્યુમેન્ટ કરીને કઈક અજીબ ફીલ થતું હતું.કદાચ નિત્યાને ખોવાનો ડર સતાવતો પણ