હૈયાં મેળાપક

  • 3.2k
  • 1.3k

તારીખ : ૩૦-૦૫-૨૦૨૨રમલી મ્લાન વદને જાનની, દેવાની જાનની બસને તેની થનાર વહુના ગામ ભરતરી તરફ જતી જોઈ રહી. તેની આંખો બસથી ઊડેલા ધૂળના ગોટાથી ભીની થઈ કે તેનાં હ્રદયનાં દબાઈ ગયેલ ચિત્કારથી, એ તો તેનેય ન સમજાણું. પાછળથી તેના બાપુએ નહીં નહીં તે આઠ-દસ વખત સાદ દીધો, 'રમલી, એ રમલી, બસમાં ન ગઈ તો ઘરે તો પાછી વળ.' પણ જાણે રમલીના પગ દેવાના માંડવે રોપેલ થાંભલી બની ગયાં હતાં. બાપુએ પાછળ આવી તેનો ખભો લગભગ હલબલાવી દીધો. તેણે માત્ર ડોક ફેરવી શૂન્યમનસ્કપણે બાપુની તરફ જોયું. બાપુ તેનો હાથ ઝાલી ઘર તરફ લઈ ગયાં. લગભગ ઢસડાતી ચાલે રમલી ઘરનાં આંગણામાં પાથરેલ