‘પણ સિયા.. આપણે તો એક જ છીએ ને.. મને કેવી રીતે ન ખબર હોય?’ સિયા એ બીજી સિયાને કહ્યું. થોડીક વાર રહી, આ સિયા મોટી સિયાની વાત માની ગઈ, અને હસવા લાગી. ‘હાસ્તો. હું પણ કેવિ છું?’ શાણી. પણ મેન્ટલ. છેલ્લા છ વર્ષોથી મુંબઈના એક કુખ્યાત અસાઇલમ માંથી ભાગી આવેલી આ સિયાનું સાચ્ચું નામ નીથ્યા હતું. પણ.. તમને એ નહીં સમજાય કે કેવી રીતે એક ભદ્ર દ્રવિડ પરિવારની ગાંડી થઈ ગયેલી વહુ.. એક રિક્ષા ચાલક.. એક બહેન જે તેના ભાઈને ગોતવા કઈ પણ કરી શક્તિ હતી.. એક ગુંડો.. અને એક પ્રેમમાં પડેલો પુરુષ. આ બધા કેવી રીતે આ જાળમાં સંડોવાઈ