વસુધા - વસુમાં - પ્રકરણ -38

(49)
  • 5.3k
  • 3k

વસુધા પ્રકરણ -38 તમાકુની ખળી... આ જગ્યાં ગામનાં ખેડુ અને ગામની વાતોનો ખરખરો કરવાનો અડ્ડો હતો. અહીં ટોળકી મિત્રો આવી બેસે ગામ ગપાટા મારે પોતાને કરવાની વાતો અને ગોઠવવાનાં કામ કાર્યક્રમ અહીં થતાં. મોડી સાંજે કે રાત્રે સરખે સરખા દારૂની મેહફીલ પણ કરી લેતાં અને ગામ પંચાત કરી છુટા પડતાં. પરંતુ આજે મોતી ચૌધરી, કૌશિક એક ખાસ કામ નક્કી કરીને ખળીએ આવેલાં. કૌશિક હાથમાં મસાલો માવો ચોળી રહેલો એ રમણ અને પકલાની રાહ જોઈ રહેલો. મોતીકાકા હાથમાં તમાકુ ચોળી રહેલાં પણ જાણે મનમાં કોઈની આકૃતિ હોય એમ જડબાથી દાઝ કાઢી તમાકુને જોર દઈ રહેલાં..... ત્યાં બાઈક પર રમણો અને પકલો