આ જનમની પેલે પાર - ૩૪

(26)
  • 3.9k
  • 2
  • 2.1k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૪ હેવાલીની સામે એકાએક મેવાન પ્રગટ થયા પછી જ્યારે એણે કહ્યું કે તે દિયાનને મળવા ગઇ હતી પણ એણે વાત કરી નહીં ત્યારે એ તેની મજાક કરતો હોય એમ હસવા લાગ્યો હતો. હેવાલી ચોંકી ગઇ હતી. મેવાનનું આ રીતે હસવાનું તેને અજીબ લાગતું હતું. હેવાલીએ નવાઇ સાથે ધડકતા દિલે પૂછ્યું:'મેવાન, તું કેમ આમ હસે છે?'મેવાન મુશ્કેલીથી હસવાનું ખાળીને બોલ્યો:'તું મજાક કરે છે કે શું? દિયાન અહીં આવ્યો હતો? મને સાચું લાગતું નથી!''દિયાને ઘણીવાર દરવાજો ખખડાવ્યો પણ મેં ખોલ્યો નહીં કે કોઇ પ્રતિસાદ આપ્યો નહીં. હવે મારે એની સાથે કોઇ લેવાદેવા નથી. અને મારો પૂર્વ જન્મનો