તલાશ 2 - ભાગ 6

(52)
  • 5.1k
  • 4
  • 3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જીતુભા સાથે વાત પુરી થયા પછી અનોપચંદ પોતાની પથારીમાંથી ઉભો થયો. સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની પહેલી મુલાકાતના 50 -52 વર્ષમાં પહેલીવાર એવું બન્યું હતું કે એ ઘસઘસાટ સૂતો હોય અને કોઈએ એને ફોનમાં કૈક ગંભીર ખબર આપી એને ઉઠાડ્યો હોય. ખાસ કરીને જ્યારથી સુમિત 17-18 વર્ષનો થયો એ પછી બાપની ચિંતા એણે પોતાના માથે લઇ લીધી હતી. ગોઠવણ જ એવી હતી કે અનોપચંદ સુવા જાય એ સાથે જ એ સુમિત કે નિનાદના મોબાઈલમાં કોલ ટ્રાન્સફર કરી નાખતો અને બીજો