ફિલ્મ રિવ્યુ: ભૂલ ભુલૈયા 2 - ‘સિક્વલ નથી આ ભૂલ છે’

  • 4.1k
  • 1.4k

‘ભૂલ ભુલૈયા 2’માં એક યથાયોગ્ય ડાયલોગ છે જે આ ફિલ્મને શરૂઆતથી અંત સુધી લાગુ પડે છે. એક સીનમાં કાર્તિક આર્યન ભૂતને કહે છે, “યૂ આર ફૂલ ઑફ ક્લિશેઝ!” (તમે એ જ જૂના-પુરાણા ગતકડાંઓથી ભરપૂર છો!) બિલકુલ સહી કહા, કાર્તિક બાબુ. યે ફિલ્મ વહી પુરાને, ઘીસેપીટે ફોર્મુલાઓંસે ભરી પડી હૈ. પ્રેક્ષકોને ડરાવવા માટે સર્જાતી એ જ જૂનીપુરાણી પ્રયુક્તિઓ, હાસ્ય પેદા કરવા માટે મૂર્ખાઈની બધી હદો પાર કરતું કલાકારોનું મોટું ટોળું (એક પાત્ર બીજા પાત્રને તમાચો મારે એમાં કઈ રીતે કોમેડી થઈ જાય, એ મને આજ સુધી સમજાયું નથી. કાંઈ ન મળે ત્યારે આવી ફાલતુંગીરી ઘૂસાડી દેવાની બોલીવુડની ફિલ્મોમાં જૂની પ્રથા છે.