પ્રેમની ફિલોસોફી

  • 4.1k
  • 1
  • 1.4k

જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે અમુક વખત જે દવા આપી હોય એ અસર ન કરે ત્યારે ડોક્ટર કદાચ તેનો ડોઝ વધારી દેતા હશે.પ્રેમનું પણ એવું જ છે, ગમતી વ્યક્તિ સાથે મીઠા ઝઘડા થાય,મીઠી લડાઈ થાય,એમાં સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે પ્રેમનો ડોઝ વધારી દઈએ.સુખ-દુખ જેવા કંઈક સંબંધ છે પ્રેમ અને વિરહ વચ્ચે પણ. સુખ-દુખની જેમ પ્રેમ અને વિરહ પણ એકબીજાના પૂરક છે અને જાગવાનું બંને વખતે હોય છે. પ્રેમમાં અનંત વાતો કરવા માટે જાગતા હોઈએ છીએ તો કોઈનો વિરહ આપણને ક્યારે નિરાંતે સૂવા દે છે??આંખો પર જ્યારે પ્રેમ નામના વાદળો ઘેરાયેલા હોય છે ત્યારે આપણને કશું જ દેખાતું નથી