હું લેખિકા - ?

  • 2.4k
  • 706

હું લેખક બની ! વાણિયાની દીકરી ” લેખિકા’, મુખ પર સ્મિત ફરકી ગયું ને ? છુપાવવાનો પ્રયાસ ન કરતા. આ હકીકત છે. લેખક, બનવા માટે સમયનો મોટો ફાળો રહ્યો છે. છતાં હું સત્ય છુપાવી નહી શકું. બાળપણમાં ગુજરાતી ભાષા ગમતી ખરી અને પ્રભુત્વ પણ સારું હતું. પછી તો કોલેજ કાળ પૂરો કરી, રૂમઝુમ કરતી સાસરે આવી, ‘સાહિત્ય’ એક ખૂણામાં છુપાઈ ગયું. “જગને દીધો હાથ છોડ્યો અધવચ્ચે સંગાથ”, બસ સાહિત્યને શરણે આવી. હ્રદયમાં છુપાયેલા દર્દને વહાવવા માટે નો ‘રામબાણ ઈલાજ” ! શરૂ શરૂમાં માત્ર ઈશ્વર, નહી શ્રીનાથજીના ભજન જ નિકળતાં . જેને કારણે ત્રીજે વર્ષે “સમર્પણ” નામની ભજનોની કેસેટ બહાર પાડી.