મોજીસ્તાન - 90

(17)
  • 2.8k
  • 1.2k

મોજીસ્તાન (90) નગીનદાસે પાટું માર્યું એટલે ટેમુ ફળિયામાં ગબડી પડ્યો હતો.એ વખતે નીનાનો હાથ ટેમુના હાથમાં હોવાથી એ પણ ટેમુ સાથે ખેંચાઈને એની ઉપર પડી હતી. ટેમુએ નીના ફરતે હાથ વીંટાળી દીધા અને નીનાએ ટેમુના ગાલ પર ચુંબન કરી લીધું એ દ્રશ્ય નગીનદાસથી જીરવાયું નહિ. ખડકીના બારણાં પાછળ જ કૂતરાં ભગાડવા માટે એક લાકડી નગીનદાસ રાખતો.માથામાં વાગ્યું હોવા છતાં નગીનદાસે એ લાકડી ઉઠાવી.એ જોઈ નયનાએ નગીનદાસને કમરમાંથી પકડી લીધો."રહેવા દો તમે રહેવા દો.જોવો તો ખરા ઈ છોકરાને આપડી છોકરી પણ ચાહે છે.તમે હવે હેઠા બેહો ભૈશાબ.." નયનાએ નગીનદાસને ખેંચતા કહ્યું."તું આમ આઘી મર્ય, હું ઈ કંદોઈના છોકરાને આજ જીવતો નથી