ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 19

(28)
  • 6.3k
  • 2
  • 2.6k

ભાગ - ૧૯વાચક મિત્રો, આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,મૃતક શિવાભાઈ સરપંચની દીકરી સીમા, અને તેનો પતિ આદર્શ આજે મમ્મીને મળવા માટે, મમ્મીને સાંત્વના આપવા માટે, અને એમને હિંમત આપવાનાં મક્કમ નિર્ધાર સાથે તેજપુર આવ્યા છે.પહેલા આપણે, થોડું ફરી સીમા, અને તેની મમ્મી વિશે જાણી લઈએ.આમતો સીમા અને આદર્શ, બે દિવસ પહેલા પણ પપ્પાના અંતિમ સંસ્કાર વખતે તેજપુર આવ્યા હતા, પરંતુએ સમયે, માત્ર સીમાના ઘરનોજ નહીં, ગામ આખામાં માહોલજ એવો હતો કે, કોઈ કોઈની સાથે જરા સરખી વાત કરવાની અવસ્થામાં ન હતું.પરંતુ, આજે સીમા, પૂરેપૂરી તૈયારી સાથે, મમ્મીનો જરા પણ ડર, કે સંકોચ રાખ્યાં વગર, મમ્મી આજે જે કહે તે સાંભળવાની,