શ્વેત, અશ્વેત - ૩૩

  • 2.6k
  • 1
  • 1.2k

અહીં હું ચાલતી કથા પર એક વિરામ મુકીશ. કેમકે સિયાને એક સપનું આવી રહ્યું છે. પોરબંદરમાં જે સિયા છે, તે નહીં, પણ જે દવાખાનામાં બંધ છે, તે સિયા. સિયા દરવાજા સામે જુએ છે. ડાબી બાજુ તેનો મૃત ભાઈ જીનય છે, અને દરવાજો ધીમેથી ખખડે છે. કોણ હશે? સિયાને ખૂબ જ ડર લાગવા લાગે છે. કોણ હશે.. કોણ હશે.. તે દરવાજા સમક્ષ ગઈ, તો ત્યાં કૃતિ ઊભી હતી. ‘કીધું તું ને તને કે સવારે તારો ભાઈ દેખાળીશ! કીધું તું ને તને! કેમ અહી આવી! કેમ આવી!’ સિયાના હોઠ ધ્રૂજવા લાગે છે.. તેના પગ હલવા લાગે છે. રૂમમાં એટલું અંધારું છે કે