અંગત ડાયરી - ફૅક આઇ.ડી.

  • 2.8k
  • 874

શીર્ષક : ફૅક આઇ.ડી. ©લેખક : કમલેશ જોષીમારા ભાણીયાનો પ્રશ્ન: મામા ફૅક આઇ.ડી. એટલે? મેં કહ્યું: ફૅક એટલે બનાવટી, નકલી અને આઇ.ડી. એટલે આઇડેન્ટિટી એટલે કે ઓળખ, નકલી ઓળખ. સોશીયલ મીડિયાનો ઉપયોગ કરનાર મોટાભાગના લોકો ફૅક આઇ.ડી. શબ્દથી પરિચિત હશે જ. જીજ્ઞાસુ ભાણીયાનો પ્રશ્ન: મામા, લોકો ફૅક આઇ.ડી. શા માટે બનાવતા હશે? મેં સાદો જવાબ આપ્યો: જેને પોતાની અસલી, ઓરીજીનલ ઓળખ છુપાવવી હોય એ લોકો ફૅક આઇ.ડી. બનાવે. નવો પ્રશ્ન: અસલી ઓળખ છુપાવવાની જરૂર શી? મારો જવાબ: અસલી જીવન, અસલી વિચારો, અસલી આચરણ છુપાવવા અસલી ઓળખ છુપાવવાની જરૂર પડતી હશે. ભાણીયાને જવાબ થોડો સિલેબસ બહારનો લાગ્યો એટલે એ તો ચર્ચા