નેહડો ( The heart of Gir ) - 45

(28)
  • 4.5k
  • 3
  • 2.3k

શિવરાત્રીના મેળામાંથી પાછા ફરતી વખતે રસ્તામાં બધા થાકને લીધે જોલા ખાઈ રહ્યા હતા. રાધી કનાને ખંભે માથું નાખી સુઈ ગઈ હતી. કનો પોતાને ઊંઘ આવી જશે તો રાધી પર પડી જવાની બીકે અને ઊંઘી રહેલી રાધીને ખલેલ પડવાની બીકે જાગતો બેઠો હતો. પીકપ ગાડી ગીરના ઉબડ ખાબડ રસ્તામાં પ્રવેશી ગઈ હતી. ચારે બાજુથી તમરાના અને રાત્રિ જાગરણ કરતા પક્ષીના અવાજ આવી રહ્યા હતા. ક્યાંક દૂરથી શિયાળવાની લાળીનો અને સાવજના હૂંકવાનો અવાજ પણ આવી રહ્યો હતો. ગાડીની લાઈટ અને અવાજથી ડરીને ચીબરા પણ ચિત્કાર કરી લેતા હતા. રસ્તાની બાજુમાં બેઠેલા પહૂડા ગાડીથી ડરીને સફાળા બેઠા થઈ જંગલની અંદર ભાગ્યા. બધા ગોવાળિયા