ચોર અને ચકોરી. - 21

(12)
  • 3.3k
  • 2
  • 1.9k

(જીગ્નેશને ખાતરી હતી કે કેશવ અંબાલાલને અહીંનુ જ સરનામુ આપશે અને એટલે એ અત્યારે કોઈ જૉખમ લેવા ઈચ્છતો ન હતો) હવે આગળ વાંચો.... જમી કરીને બે ત્રણ કલાક આરામ કરીને એ ત્રણે જણ ઘરમાથી બાહર આવ્યા. જીગ્નેશે દરવાજાને તાળુ માર્યું. પછી જીગ્નેશે સોમનાથને કહ્યુ. સોમનાથ ભાઈ. તમે અહીથી પાલી જાવો. અને ત્યાથી મંદાભાભીને લઈને સીતાપુર આવી જજો. મંદાને લઈને શુ કામ? હુ હમણા જ તમારી સાથે આવુ છુ. તમને મુકીને ત્યાથી હૂ પાલી જતો રહીશ. સોમનાથે બોલવાનુ પુરુ કર્યુ ત્યા જીગ્નેશ ઉચાટ ભર્યા સ્વરે બોલ્યો.જીગ્નેશ મા એક ખાસીયત હતી કે જયારે એ મુશ્કેલી હોય ત્યારે એની છઠ્ઠી ઈન્દ્રિય સક્રીય થઈ