મોજીસ્તાન - 89

(13)
  • 2.9k
  • 1
  • 1.2k

મોજીસ્તાન (89) "લાળીજા ગામના સરપંચ હુકમચંદને તમે ગુમ કર્યા છે પપ્પા ?" હુકમચંદ ગુમ થયાને આજે પંદર દિવસ થઈ ગયા હતા.રણછોડને હવે ક્યાંય બહાર નિકળાય તેમ નહોતું.પરષોત્તમના ફોનમાંથી એણે ખુમાનસંગને સૂચના આપી હતી એ મુજબ ખુમાનસંગ હુકમચંદને હેરાન કરતો હતો. થાંભલા સાથેથી છોડીને એને એક અંધારી ઓરડીમાં કેદ કરવામાં આવ્યો હતો.એક સવારે રણછોડ એના ઘેર બેઠો બેઠો હવે શું કરવું એ વિચારી રહ્યો હતો.એ વખતે એના મોટા દીકરા રવિએ એની પાસે આવીને હુકમચંદ વિશે પૂછ્યું. રવિ કેમિકલ એન્જીનીયર હતો અને અમદાવાદની કોઈ કંપનીમાં નોકરી કરતો હતો. રણછોડના બુલેટને ટક્કર મારીને ખાળીયામાં નાંખી દેવામાં આવ્યો હતો પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ