કાવ્ય સંગ્રહ. - 3

  • 3.4k
  • 1.2k

અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મનમાં આવેલા વિચારને મારી રચના દ્વારા અહીંયા રજુ કરું છું આશા છે આપ સૌને પસંદ આવશે.1.- *શીર્ષક*- *ફરે છે*તકલીફમાં તકદીર ફરે છે,રોગી ભોગી આમતેમ ફરે છે.સંભાળીને ચાલજે દિકરી તું,અહીં માનસિક રોગી તરે છે.વ્હાલ કરી અહીં વીંધી નાખી,સભ્યતા અહીં ખેલ કરે છે.ભર ઉનાળો છે આવીને જો,ઘરમાં આ છત કેમ ઝરે છે.ને 'રાહગીર' સંભાળીને ચાલજે,કળયુગ અહીં નાટક કરે છે.-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.રાહગીર.ઉંટવા.2- *શીર્ષક*- *બતાવું* મુશ્કેલીમાં તને માર્ગ બતાવું,ચાલ તને નવી રાહ બતાવું.નજરને આભનો સ્પર્શ કરાવું,પરમાત્માની ચાહ બતાવું.હતું શું ને ગયું છે શું તારું,ચાલ બધી વાહવાહ બતાવું.જીત હાર તો ભાગ છે જીવનનો,માણસ મનની દાહ બતાવું.બાપડો નથી કે નથી લાચાર તું,ચાલ