અજાણ્યો હમદર્દ - ભાગ ૭

  • 3.7k
  • 3
  • 2k

રૂમમાં ફરી લાંબુ મૌન પ્રસરી રહ્યું અને તેમાં રહેલ બંને અજાણ્યા લોકો બહાર ધીમાં પડી રહેલ વાદળાંઓના ગડગડાટની સાથે વરસતા વરસાદની મંદ પડી રહેલ લય અનુભવી રહ્યા. "અરે શું કરી રહ્યા છો? આમ ઊભા થઈ ક્યાં ચાલ્યા? તમારી હાલત ઠીક નથી, અને જુઓ તમે સરખી રીતે ચાલી પણ શકતાં નથી", અંકિત પેલી યુવતીને ઊભી થઈને જતા જોઈ તેનો હાથ પકડતા બોલ્યો. "ચિંતા ન કરશો મને સારું લાગે છે હવે. અને મને કંઈ નહિ થાય", તે ધીરેથી પોતાનો હાથ છોડાવતી બોલી. ધીમેથી ચાલતી તે રસોડામાં ગઈ. આ વખતે તેની ચાલમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. થોડીવાર પછી તે પાછી આવી ત્યારે