અજાણ્યો હમદર્દ - ભાગ ૪

  • 4.3k
  • 2
  • 2.1k

તેના હાથમાંથી પડી ગયેલ મોબાઈલની ફ્લેશ લાઇટથી રૂમ થોડો ઝળહળી ઊઠયો. તેની બરોબર પાછળ જ એક યુવતી ઊભી હતી. તેના હાથમાં નાનકડો દંડો હતો અને કદાચ તેનાથી જ એ યુવતીએ પોતાના ઉપર પ્રહાર કર્યો હશે એમ તર્ક લગાવતો તે યુવતીને નીરખી રહ્યો.ચીંથરા જેવા મેલાઘેલા કપડા, એક હાથમાં વચ્ચેથી કપાઈને લટકતું દોરડું, ચોટલામાંથી અડધા છૂટા થઈ ગયેલા ઝાંખરા જેવા વિખરાયેલા વાળ, રડી રડીને સુકાઈ ગઈ હોય એવી કોરીકટ લાલઘૂમ આંખો, ચહેરા અને હાથ ઉપર ક્યાંક ક્યાંક વાગ્યાના જૂના પુરાણા નિશાનના ઉઝરડા, આં બધી નિશાનીઓ તે યુવતીની અહી શું હાલત થઈ હશે તેની ચાડી ખાઈ રહી હતી. તે યુવતીની આંખોમાં ડર અને