અજાણ્યો હમદર્દ - ભાગ ૩

  • 4.2k
  • 3
  • 2.4k

શહેરના ધનાઢ્ય વિસ્તારમાં આવેલ ફક્ત એક જ વિંગ ધરાવતું તે બહુમાળી એપાર્ટમેન્ટ બહારથી ખુબજ વૈભવી દેખાઈ રહ્યું. તેની સામેની સાઇડ રહેલ સ્ટ્રીટ લાઈટ સરકારી ખાતાની માફક ધીરે ધીરે કામ કરી રહી હોય એમ લબુક ઝબુક થઈ રહી હતી. મુખ્ય રસ્તાથી થોડું અંદરની તરફ આવેલ તે એપાર્ટમેન્ટની આજુબાજુનો વિસ્તાર ઓછી વસ્તી ધરાવતો હતો માટે તે તરફ ચહલ પહલ ખૂબ ઓછી હતી. ધીમા પગલે એપાર્ટમેન્ટમાં પ્રવેશતા તે ગગનચુંબી ઇમારતને જોઈ રહ્યો. કઈક વિચારતો તે લીફ્ટમાં જવાની જગ્યાએ સડસડાટ સીડીઓ ચડવા લાગ્યો.એક માળે ફક્ત એક જ ઘર ધરાવતા તે એપાર્ટમેન્ટના, બે બે પગથિયાં કુદાવતા એના પગ છેક સાતમા માળે જઈને અટક્યા. બધે નજર