અજાણ્યો હમદર્દ - ભાગ ૨

  • 4k
  • 2
  • 2.5k

એક પછી એક નાની મોટી વસ્તુઓ જમીન ઉપર પછડાવાના અવાજો બહારથી આવી રહ્યા. આ કેવી રીતે બને તે ઘડીભર વિચારમાં ડૂબી ગઈ અને કઈક અણસારથી ડરતી તે દોરીને વધારે જોરથી ઘસવા લાગી. એક સામટી હિંમત ભેગી કરી તેણે જોર લગાવ્યું અને એક જ ઝાટકે હાથે બાંધેલું દોરડું તુટી ગયું. પણ તેવું કરવા જતાં ટેબલ ખસી ગયું અને તેના ઉપર પડેલો પાણીનો જગ જમીન ઉપર પડી ગયો અને જરાક શાંત પડેલ વાતાવરણ ફરી તે જગના રણકારથી ગુંજી ઉઠ્યું. તે પોતાને સંભાળી ન શકી અને જમીન ઉપર ધડામ કરતી નીચે પછડાઈ.ગભરાહટ અને ડરને કારણે તે થરથર ધ્રુજી રહી હતી. ત્યાં એના કાને