પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૫

(23)
  • 4.3k
  • 4
  • 2k

મહેમાનોની સારી રીતે મહેમાનગતિ થઈ, હવે બધું ઠામઠેકાણે કરવા ઘરની વહુઓ લાગી ગઈ હતી, અમરાપરની બપોર સુધીની ધમાલ બાદ સાંજે બધું સરખું કરતી સ્ત્રીઓમાં થોડો થાક વર્તાયો હતો છતાંય જોશ અકબંધ હતો, આવેલા મહેમાનને વાગોળતા તેઓ વાતોના વડા કરી રહ્યા હતા, "આજે તો મજા પડી ગઈ હો!"- મહેશ્વરી બોલી. "મજા તો પડે જ ને...છેક વિદેશથી મહેમાન આવ્યા તે તી!"- રમીલા બોલી ઉઠી. "હું સુ કઉ સુ...આ શ્રેણિકકુમાર સારા લાગે છે નઈ?"- મહેશ્વરીએ ધીમા આવજે રમિલાને કહ્યું. "ઇ તો હારા જ હોય ને! વિદેશથી આવ્યા તે..."- રમિલા એ મોટેથી કહ્યું ને એ તો જાણે વિદેશથી જ મોહી પડી, બાજુમાં બેઠેલી બીજી