મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 6

  • 1.9k
  • 1
  • 798

રાતના અંધારામાં રાતી દેખાતી તેની આંખો પર ચંદ્રનો આછો પ્રકાશ પડી રહ્યો હતો.તેના હોઠ નીચેથી વહી રહેલું રક્ત ધીરે ધીરે સુકાઈને ત્યાં સજ્જ થઈ જવા લાગ્યું હતું.બાજુમાં બેઠેલી મિત્રા કંઈ સમજે એ પહેલા જ ત્યાં બીજા દસેક લોકો ભેગા થઈ ગયા હતા.ધીરે ધીરે સત્યેનને ભાન આવતા ખબર પડવા લાગી હતી કે તે કોઈકની જાળમાં ફસાઈ ગયો હતો.મિત્રા અને સત્યેનને ઝાડની છાલથી કસીને બાંધી દેવામાં આવ્યા હતા.પોતાને વાગેલો મુક્કો એટલો જોરદાર હતો કે સત્યેન હજુપણ ઠીકથી આંખ ઊંચી પણ નહોતો કરી શકતો. તેણે મથીને પોતાની આંખો ઊપર કરીને જોયું એ પહેલા તેની ડાબી બાજુ ફરીથી કસાઈને એક મુક્કો આવ્યો હતો.ફરીવાર મુક્કાના