કેવિન અને રાશી નાં અપહરણ કેસ ની તપાસ શહેર નાં અલગ અલગ ભાગ માં બે અલગ અલગ પોલીસ ની ટીમ કરી રહી હતી ત્યાં જ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત ને રાશી ની લાશ મળી હોવા નું જાણ થાય છે. હવે આગળ...__________રાશી ની લાશ મળી હોવાના સમાચાર તેના પરિવાર જનો ને આપવા માં આવ્યા. કવિતા ઉપર તો જાણે આકાશ તૂટી પડ્યું હતું. બીજે દિવસે સવારે અમિતાભ અને પુષ્કર નિશીથ ના ઘરે હાજર હતા.વાતાવરણ શોક થી ભરાયેલું હતું અને કોણ કોને સંભાળે એ જ મોટો સવાલ હતો. આવા માહોલ માં ડયુટી નિભાવવી એ કદાચ પોલીસ માટે સહુ થી મોટો પડકાર હતો. પણ અમિતાભ