કાગળને પત્ર

  • 4.1k
  • 1.3k

પ્રિય કાગળ, હું તારા પર જ તને પત્ર લખી રહ્યો છું. કેમકે તું છે એટલે અમે પત્ર અને બીજું ઘણું બધું લખી શકીએ છીએ. આ સમાજની સંસ્કૃતિ અને ઇતિહાસને આવનારા સમય માટે સાચવી શકીએ છીએ. અગાઉના ગ્રંથો, પત્રો અને પુસ્તકોના કાગળમાં ઇતિહાસ સચવાયો હતો એટલે અમે જાણી શક્યા છે કે ત્યારે કેવા પ્રકારની સંસ્કૃતિ હતી. કેવા પ્રકારનું લોકજીવન હતું. તેમના કેવા વિચારો હતા, જેવી અનેક બાબતોથી અમે પરિચિત થઇ શક્યા છે. રામાયણ, ગીતા, મહાભારત જેવા ગ્રંથો અમારો સારો વારસો બની ગયા છે. ચરક અને સુશ્રુત જેવા આયુર્વેદાચાર્યોના ગ્રંથો તો આજે પણ આરોગ્ય માટે દિશાસૂચન આપનારા બની રહ્યા છે. આધુનિક આરોગ્ય