પરિવારનો સાથ

  • 3.8k
  • 1.2k

પ્રિય સખી ડાયરી,આજ તો હું તારી સાથે એજ વાતો કરવા આવી છું જે હું સદંતર કરતી આવી છું. હા, મારા પરિવારની જ વાત જે વારંવાર વાગોળવી ગમે જ. અને તું હંમેશા મને સાંભળે અને સમજે પણ છે. હું તારી સાથે મારો ગુસ્સો, પ્રેમ, ચિંતા, દર્દ, અને ક્યારેક મારા અધૂરા સપનાના અહેસાસ આ બધું જ તને જણાવીને હું સાવ હળવી થઈ જાઉં છું.આજ મન પરિવાર શબ્દ પર જ કેન્દ્રિત થઈ ગયું છે. હરીફરીને એમ જ થાય છે કે પરિવાર દુનિયાનું એવું સ્થળ છે કે જ્યાં વ્યક્તિ પોતે નિરાંતનો શ્વાસ અને અનહદ શાંતિ મેળવી શકે છે.મારા જીવનમાં તો કેટકેટલા ઉતારચઢાવ આવ્યા, આ