એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૩

  • 3.4k
  • 1.6k

દેવ નિત્યાને સોરી કહેવાના પ્રયત્નો કરી રહ્યો હતો પણ નિત્યાને એના ઈશારા ખબર નહોતી પડી રહી.દેવ નિત્યાને એકાંતમાં લઇ જઈને વાત કરવા માંગતો હતો એટલે એને સ્મિતા પાસે હેલ્પ લીધી અને એ રીતે નિત્યાને અંદર મોકલવા કહ્યું.દેવ એના રૂમમાં જઈને નિત્યાની રાહ જોવા લાગ્યો.એને નિત્યાને વોટ્સએપ પર મેસેજ કર્યા પણ નિત્યાના ફોનમાં નેટ ઓફ હતું એટલે એને ખબર ન પડી.સ્મિતાએ કંઈક બહાનું કાઢીને નિત્યાને દેવના રૂમમાં જવા કહ્યું.નિત્યા દેવના રૂમના દરવાજા પાસે જઈને નોક કર્યું પણ જોયું તો દરવાજો પહેલેથી ખુલ્લો જ હતો. "શું હું અંદર આવી શકું છું?"નિત્યાએ થોડો દરવાજો ખોલતા પૂછ્યું પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં.નિત્યાએ દરવાજો