એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૧

  • 3.4k
  • 1
  • 1.6k

નિત્યા હિંચકામાં બેસી હતી અને અચાનક એની આંખોમાં ફ્લેશલાઈટ પડી.નિત્યાની આંખો અંજાઈ ગઇ હોવાથી તે એની આંખો મસળવા લાગી અને પછી આંખો ખોલીને જોયું અને બોલી,"તમે લોકો અત્યારે અહીંયા?" "હા,અમે લોકો અત્યારે અહીંયા"દિપાલી બોલી. "કહેતી હોય તો પાછા જતા રહીએ"માનુજે કહ્યું. દેવ,માનુજ અને દિપાલી આવ્યા હતા. "અરે ના,આવો આવો.આમ અચાનક આવ્યા એટલે હું ચોકી ગઈ" "ચાલ ભાઈ અંદર,તને અલગથી ઇન્વીટેશન આપવું પડશે?" "ના ભાઈ તમે જાવ.મારે ઘરે જવું પડશે" "કેમ?"દિપાલીએ પૂછ્યું. "મમ્મીનો ફોન આવ્યો હતો કે ઘરે ઇલેક્ટ્રિશન આવ્યો છે તો મારે જવું પડશે"દેવે જવાબ આપ્યો. દેવ જવાબ તો દિપાલી અને માનુજને આપતો હતો પણ તે નિત્યા સામે જોઈ રહ્યો