બકો સલવાયો બાથરૂમમાં !

  • 4.5k
  • 1
  • 1.8k

બકો સલવાયો બાથરૂમમાં ! પૃથ્વી પર પ્રભુએ જન્મ આપ્યા પછી સમજતા શીખે એ માણસ પોતે શું કામ જન્મ્યો હશે એ વિચાર કરતો નથી.જનમ મળ્યો એટલે જીવવા મંડવાનું.કેટલાક ખાવા માટે જીવતા હોય છે તો કેટલાક જીવવા માટે ખાતા હોય છે ! આપણો બકો પહેલા પ્રકારમાં જ આવે છે. બકો એટલે બે જણની બથમાં માંડ આવે એવડી મોટી કાયાનો માલિક ! આકાર અનિયમિત હોવાથી એનું ઘનફળ કાઢવા માટે કોઈ ગણિતશાસ્ત્રીએ નવું સૂત્ર શોધવું પડે ! એનું ધડા વગરનું ધડ એટલે મોટી કોઠી જોઈ લ્યો ! એ કોઠી ઉપર નાનું માટલું મૂક્યું હોય એવું એનું માથું. હાથીના પગથી થોડાક પાતળા પગ અને બંને