વિજોગણ

  • 3.1k
  • 1.1k

1. વિનય આજે છેક ઉત્તર-ગુજરાતથી પ્રવાસ કરી દક્ષિણ ગુજરાતનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન પર ગાડીમાંથી ઊતરે છે. હજી તો એ કાલે જ લંડનથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી આવ્યો છે. સ્ટેશનથી બહાર આવી તે ચા-નાસ્તાની નાની લારી પર જઇ પૂછે છે. "ભાઈ અહી મિશનરી મહિલા કેળવણી કેન્દ્ર ક્યાં આવ્યું" "અહીંથી થોડા આગળ જઈ મંદીરની સામને બાજુ વળી જજો" દુકાનદારે મંદીર તરફ જતા રસ્તા સામે આંગળી ચિંધતાં કહ્યુ. "કેટલું દુર છે અહીંથી" "બે કિલોમીટર જેવું હશે" "કોઈ સવારી જેવું મળશે" "મળે પણ વચ્ચે કેનાલ પરનું નાળૂ તૂટી ગ્યું છે એટલે રીક્ષા જાય એવું નથી. ચાલતાં જ જવું પડશે. જંગલ વિસ્તાર છે