ધ સ્કોર્પિયન પ્રકરણ-13

(79)
  • 6.1k
  • 4.4k

પ્રકરણ-13 સિધ્ધાર્થેની જીપમાં સોફીયાને જનરલ હોસ્પીટલ ઓફ ક્લીગપોંગ લઇને આવી ગયાં. દેવે જોયું સોફીયાનાં ચહેરાં પર ખૂબજ પરસેવો વળી રહ્યો હતો એનાં મોંઢામાંથી લોહી નીકળી રહયું હતું. દેવ ગભરાયો એણે રીતસર ચીસ જેવા અવાજે કહ્યું સિધ્ધાર્થ સર જીપ છેક અંદર લો સોફીયા.. સોફીયા અને સિધ્ધાર્થે પાછળ નજર કરી એણે દેવનાં ગભરાયેલા ચહેરાંને જોઇનેજ અંદાજ લગાવી દીધો. જીપ છેક પ્રવેશદ્વાર સુધી આવી ગઇ. દેવે રીતસર જીપમાંથી કૂદકો માર્યો અને ઇમરજન્સી વોર્ડમાંથી વોર્ડબોયને સ્ટ્રેચર લાવવા કહ્યું ઇમરજન્સી છે વોર્ડબોય સાથે દેવે સ્ટ્રેચર ઉંચકી લીધુ ચાલ જલ્દી પેલાએ કહ્યું સ્ટ્રેચરની ગાડી લઇ લઊં દેવે એકલાએ સ્ટ્રેચર લઇ લીધું અને બોલ્યો લાવ જલ્દી ગાડી