ઇરાવન - ભાગ ૪

  • 4k
  • 2.1k

ગતાંકથી ચાલુ.....અર્જુન જ્યારે વનવાસ માટે નીકળ્યા હતાં ત્યારે તેમની સાથે વેદોના મર્મજ્ઞ, આધ્યાત્મિક ચિંતક, ભાગવત ભક્ત, ત્યાગી બ્રાહ્મણ તથા વાચક, વાનપ્રસ્થ અને ભિક્ષાજીવી પણ ચાલી નીકળ્યા હતાં. જેઓ જયાં-જયાં પડાવ પડતો ત્યાં અર્જુનને ઉત્તમ કથાઓ સંભળાવતા હતાં. વનવાસ દરમ્યાન અર્જુને સેંકડો વનો, દેશો, સરોવરો, નદીઓ, તીર્થો તથા સમુદ્રોનાં દર્શન કર્યા હતાં. અંતમાં તે હરિદ્વાર પહોંચીને થોડાક દિવસો માટે ત્યાં જ રોકાઈ ગયા. ઘૃતરાષ્ટ્ર જ્યારે પોતાનાં રાજ્યની વહેંચણી કરી ત્યારે પોતાનાં પૂર્વજ યયાતિનું રાજય ખાંડવપ્રસ્થ પાંડવોને આપ્યું અને હસ્તિનાપુર પોતાની પાસે રાખ્યું હતું. ખાંડવવનમાં અરાવલિનાં નિર્દય પહાડ, પગનાં તળિયાનું લોહી નીકળી જાય એવો કાંટાળો પથ અને વાંઝણી ભૂમિ હતી. ત્યાં એકદમ