તલાશ 2 - ભાગ 4

(48)
  • 5k
  • 4
  • 3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. નાસામાં થયેલા શૂટ આઉટના ખબર પુરા લંડનમાં ફેલાય હતા. અનેક ન્યુઝ પેપર અને ચેનલના પત્રકાર ત્યાં પહોંચ્યા હતા. પોલીસેએ બધાને નાસાના મુખ્ય ગેટ પાસે જ અટકાવ્યા હતા. એ માટે વધારાની પોલીસ મંગાવવી પડી હતી. ભલે નાસાવાળા પોતાની સિક્યુરિટી સર્વિસ ચલાવતા હતા પણ આખરે એ બધા ગ્રેટ બ્રિટનના નાગરિકો હતા. વળી અનોપચંદ એન્ડ કુ.નું મોટું રોકાણ બ્રિટનમાં પણ હતું. બધા પત્રકારને એક્ઝેટ શું થયું છે એ જાણવું હતું કેટલાક ને ન્યુઝ મળતા નોર્થ મિડલસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચ્યા હતા. જે નાસાની