પીળોરંગ પ્રેમનો - 8

  • 2.6k
  • 1.1k

ગતાંકથી ચાલુ.... 'હું ખુશ છું, મેં તને કોઈ ફરિયાદ કરી? હું તારી યાદોમાં ખુશ છું, તારી સાથે વિતાવેલી દરેક ક્ષણથી ખુશ છું. આજે તું ભલે મારી પાસે નથી, છતાંય તારું આપેલું ઘણું બધું મારી પાસે છે, જે મારા બાકી રહેલા જીવન જીવવા માટે પૂરતું છે. વહેતી લાગણીઓની આડે ઘણી વખત આપણે દિલ પર પથ્થર મૂકીને આડબંધ બાંધી દેવો પડે છે, કારણ કે વહેતી લાગણીઓ કેટલીક વખતે વિનાશનું કારણ બને છે અને આપણા પવિત્ર પ્રેમના લીધે તારા સુખી સંસારમાં હવે કોઈ નવો ઝંઝાવાત આવે એ મારાથી સહન નહી થાય. હું એટલેજ કહું છું કે આજે મને ધરાઈને જોઈ લે, કારણ કે