નરોત્તમ

  • 2.4k
  • 858

'નરોત્તમ' ઊઠ તો દિકરા, જો તો સાત વાગવા આવ્યા, તારા બાપા ક્યારના દુકાને પહોંચી ગયા અને તું હજી સુધી ઘોરી રહ્યો છો. નંદુ બહેને રસોડામાંથી દિકરાને અવાજ દીધો.રસોડું તો કહેવા ખાતર હતું.બાકી ત્રણસો ચોરસ ફૂટની એક ઓરડી હતી. જેના છેવાડે ખૂણામાં નહાવા ધોવાની એક ચોકડી હતી.પાછળની દીવાલ ઉપર લાકડાની અભેરાઈઓ હતી જેના ઉપર રાંધવાના અને પીરસવાના વાસણો ખડકેલા હતા.એક નાનું પિંજરૂ હતું જેમાં ચા સાકર અને મસાલાના ડબલા ઉપરાંત ગરમ કરેલું દૂધ મૂકી રાખતા.એક સગડી હતી જેની ઉપર રસોઈ બનતી.નંદુ બહેન અને એમનાં પતિ હસમુખ ભાઈ પોતાના ચાર સંતાનો સાથે સૌરાષ્ટ્રના નાનાં ગામડેથી આજીવિકા રળવા સન ૧૯૩૨ ની આસપાસ મુંબઈ