એક ભૂલ

  • 3k
  • 1.2k

મોહિત તેની સંગીતની સૂરાવલિઓ માં ખોવાયેલો હતો ત્યાં તેના બારણે ટકોરા પડ્યા. બહાર ધોધમાર વરસાદ અને ગરજતા વાદળો વચ્ચે કોણે આવી ધ્યાનભંગ કર્યું તેમ વિચારતો બારણું ખોલવા ઊભો થયો. બારણું ફરી જોરથી ખખડ્યું. મોહિતે, "ખોલું !" કહી બારણું ખોલ્યું. ત્યાં તેના માનવામાં ન આવે એવી નમણી નાજુક પંદર વર્ષની દીકરી બારણે ઉભી હતી. " હું અંદર આવી શકું?" એ દીકરી એ પુછ્યું. "હા " ટૂંકો જવાબ આપી કંઇક મૂંઝવણમાં મોહિતે બારણામાં થોડી જગ્યા કરી આપી જેથી તે અંદર આવી શકે. "શું હું થોડી વાર અહીં રોકાઈ શકું? વરસાદ બંધ થતાં તરત જતી રહીશ. " એ નમણી છોકરી બોલી. મોહિત કશું