ઇરાવન - ભાગ ૩

  • 3.8k
  • 2k

ગતાંકથી ચાલુ....પાંડવોએ પોતાનાં શારિરીક બળ અને આવડતથી પડોશી રાજ્યોને પોતાને આધીન કરી લીધાં હતાં અને સુખપૂર્વક અને ધર્મ અનુસાર પોતાની પ્રજાનું પાલન કરતાં હતાં. પાંચેય પાંડવોની પત્ની દ્રૌપદી પોતાનાં બધાં પતિઓના અનુકુળ રહેતી હતી. દ્રૌપદી ઍક વર્ષનાં નિશ્ચિત સમય સુધી ઍક પાંડવ ભાઈ સાથે રહેતી હતી અને તેનો ઍક વર્ષનાં સમયની અવધિ સમાપ્ત થયા બાદ બીજા પાંડવ ભાઈ સાથે પોતાનાં પત્ની ધર્મનું પાલન કરતી હતી. આ કારણથી બધાં ભાઇઓ દ્રૌપદીથી ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતાં.ઍક દિવસની વાત છે... પાંડવોના રાજ્યમાં લૂંટેરાઓએ ઍક બ્રાહ્મણની ગાયો લૂંટી લીધી અને તેં બ્રાહ્મણ મદદ માટે અર્જુન પાસે આવ્યો અને કહ્યુ "લૂંટેરાઓ મારી ગાયોને