શીર્ષક : જીવનનો ખેલ કોઈ પાસ કોઈ ફેલ..©લેખક : કમલેશ જોષીમારા ભાણીયાએ પૂછ્યું, "મામા આ પરીક્ષા શું કામ રાખતા હશે?" મેં કહ્યું, "આખું વર્ષ જે કંઈ ભણ્યા એ ખરેખર યાદ રહ્યું કે નહિ, આવડ્યું કે નહિ એની ચકાસણી કરવા."એ બોલ્યો, "મને તો પરીક્ષા જરીયે ન ગમે." ખેર.. એક વડીલે કહ્યું, "જિંદગી પણ એક પરીક્ષા જ છે. નિશાળની પરીક્ષામાં રોજ નવું પેપર હોય જયારે જિંદગીની પરીક્ષામાં થોડા થોડા સમયે નવા નવા પ્રશ્નો આપણી સામે આવીને ઉભા રહે છે." સોસાયટીના દસ ઘરનું ઓબ્ઝર્વેશન કરો. દરેક ઘરમાં કોઈ ને કોઈ પ્રશ્ન ઉભો છે: કોઈનો પગાર ટૂંકો પડે છે તો કોઈની દીકરી પરણવાની ઉંમર