લેખ:- પરશુરામજીની પરશુ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. કેમ છો બધાં? મજામાં? ઓહો, આનંદમાં છો, એમ ને? સરસ, સરસ. જલસા કરો. ઘણાં સમયથી તમને બધાંને ફરવા નથી લઈ જઈ શકી તો વિચાર્યું કે આજે લઈ જાઉં. આમેય વેકેશન શરુ થઈ ગયું છે. બધાં ફરવા જવાનાં સ્થળની પસંદગી કરતાં જ હશે. એક જગ્યા આજે હું તમને બતાઉં. તો તૈયાર છો ને? ચાલો ત્યારે જઈએ એક સરસ સ્થળે. આજે આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુ ના અવાતર એવા પરશુરામ ભગવાન છે.જમદગ્નિ ઋષિ અને રેણુકાપુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર