ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૪ - છેલ્લો ભાગ

(21)
  • 3k
  • 2
  • 1.2k

લગ્નની બધી તૈયારી થઈ ચૂકી હતી. મહેલના નોકરો એ ઘણી વાર જીતસિંહ ને પૂછ્યું.કુવર સાહેબ આ કોનાં લગ્નની તૈયારી થઈ રહી છે.?જીતસિંહ કોઈ જવાબ આપતા નથી અને એટલું કહે છે. તમને બધા ને સોંપેલું કામ પૂર્ણ કરો અને કાલથી થોડા દિવસ માટે હું તમને રજા આપુ છું. લગ્નની બધી તૈયારી કરીને બધા નોકરો મહેલની બહાર નીકળી ગયા. પણ તેમના મનમાં એક વિચાર તો રહ્યો કે એવા તે કેવા લગ્ન હશે કે અમને બધાને દૂર કરીને ખાલી મહેલમાં લગ્ન થશે.! તેમને અંદાજ લગાવી લીધો હતો કે મહેલમાં હવે કુવર જીતસિંહ અને કાવ્યા સિવાય બીજું કોઈ નથી તો લગ્ન આ બંનેના જ