ગઝલ - એ - ઇશ્ક - 4

  • 3.6k
  • 1.6k

૧. વ્યથાકહેવા છતાંય નથી કહી શકતી,દિલ ની વ્યથાઓ ! દિલમાં નથી રહી શકતી.અશ્રુઓ બનીને આવે જ્યારે આંખમાં,તો પાંપણેય ભીંજાયા વિના નથી રહી શકતી.મબલખ દુ:ખો વેઠ્યા જીવનમાં,તોય ગમગીની ! તારો પીછો છોડાવી નથી શકતી.કાળઝાળ ધબકારા, ધબકે છે ક્યારના !હૃદય ! તને શાંત પડવાની પરવાનગીય નથી આપી શકતી.તકલ્લુફ એટલી, કે આ જીવન કેવું?જ્યાં મને ખુદને જ હું, સંપૂર્ણપણે જાણીયે નથી શકતી !સવાર પડે ત્યારે જાગુ જ છું પણ !રજની ! તારા રહસ્યમાં ચેનથી પોઢીયે નથી શકતી.૨. નથી આવડતો મને ઢોંગ કરતા નથી આવડતો,ખોટો પ્રેમનો પ્યાલો પીતા નથી આવડતો.જીવન જાત છું, એવી હાજર છું,ક્યાંય પગપેસારો કરતા નથી આવડતો.કેફિયત કે નશો ચડાવ્યો નથી ક્યારેય,પણ