૧. કલમની કલમે…. છે ક્યાં ઈચ્છા કે, રાધા કે શ્યામ બની જાશું!શક્ય હો તો, તારા શબ્દોનું ધામ બની જાશું.______________________ધબકારે તારાં હું ચાલી નીકળીશ નેતારાં વિચારોનું ગામ થઇ જાશું.લાગણીઓ તારી મુજમાં ભરી, ભાવોને શ્યાહીનું નામ દઈ જાશું.અંતર નીચોવી આ જીવતરની રાહેતારાં શમણાંને મુકામ દઈ જાશું.રંગો તો તારાં જ ને તારી જ રંગોળી,ટપકાંને લીટીનો ઘાટ દઈ જાશું.તરસજે મનભરી, ને વરસી લેજે,તારાં વરસાદની છાંટ થઈ જાશું.અંતરથી અત્તરનો શ્વાસ જે નીકળશે,એ સુગંધિત શબ્દોનો હાર થઇ જાશું.મહેંકાવી મૂકશું કણ-કણ એ કાગળનુંજે નિરખે એને મન બહાર થઇ જાશુંતારી ને મારી આ પ્રિત છે નોખી,એકમેકમાં ગુમનામ થઈ જાશું.તારી "મૃગતૃષ્ણા"ને પોષી લઈશ,જ્યારે મળીશું બેનામ થઈ જાશું- મૃગતૃષ્ણા(સમજૂતી: કલમ