ઇરાવન - ભાગ ૨

  • 3.9k
  • 2k

ગતાંકથી ચાલુ.....તેઓએ વરદાન માંગી લીધું હતું કે તેઓ સંસારમાં કોઈપણ પ્રાણી દ્રારા ન માર્યા જાય. તેઓ જ્યારે પણ માર્યા જાય ત્યારે એકબીજાનાં હાથોથી જ માર્યા જાય. વરદાન મળ્યા પછી બન્ને ભાઈ ત્રણેય લોકોને જીતવા નીકળી પડ્યા હતાં અને તેઓએ પોતાનાં પરાક્રમથી ઇન્દ્રલોક, યક્ષ, રાક્ષસ, નાગ, મલેચ્છ આદિ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. એ પછી પૃથ્વી પર આવી બ્રાહ્મણો તથા ઋષિમુનિઓ પર અત્યાચાર કરવા લાગ્યા હતાં. આ જોઈને બધાં ઋષિમુનિઓ બ્રહ્મલોક ગયા અને પરમ પિતા બ્રહ્મા પાસે આ રાક્ષસોથી મુક્તિ અપાવાની વિનંતિ કરી. ઋષિમુનિઓની વિનંતિ સાંભળીને પરમ પિતા બ્રહ્માજીએ થોડો સમય વિચારીને એ બન્ને અસુર ભાઇઓની મૃત્યુનો ઉપાય શોધી કાઢ્યો