મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 2

  • 3.2k
  • 1
  • 1.4k

"ત્રણ દીનાર... " તાજા મીઠા ફળોને લઈને પોતાના ઘોડાની બાજુમાં બાંધેલી પોટલીમાં નાખીને જતા સૈનિકના કાને એક અવાજ ગુંજ્યો.અવાજ સાંભળતા જ તેણે ધોડાની લગામ ખિંચતા ધોડો ત્યાં ઊભો રહી ગયો હતો,એ સાથે તરત સૈનિક ઊતરીને નીચે આવ્યો હતો. "કેટલા...???" સંસ્કૃતમાં સૈનિકે પ્રશ્ન કર્યો.આજુ-બાજુ ઊભેલા દરેક માણસને જાણ થઈ ગઈ હતી કે આ રાજમહેલનો કોઈ માણસ હતો કેમકે રાજમહેલના અને ઉચ્ચ લોકો જ સંસ્કૃત ભાષાનો વાત કરવા માટે પ્રયોગ કરતા હતા તથા તેમની પ્રજા અને બીજા લોકો પાકૃત ભાષામાં વાર્તાલાપ કરતા હતા. પોતાનો સામાન લઈને ફળો