એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૯

  • 2.8k
  • 1
  • 1.3k

રાત્રે ઘરે જઈને ફ્રેશ થઈને દેવ હોલમાં બેસીને કંઈક વિચારી રહ્યો હતો. "કેવું રહ્યું ડિનર?"જશોદાબેને પૂછ્યું. "બહુ જ સરસ મમ્મી.દીદી તને યાદ કરતી હતી" "તારી અને પંકજકુમારની સરપ્રાઈઝ કેવી લાગી નિત્યા અને સ્મિતાને" "એ બંને તો એકબીજાને જોઈને શોક થઈ ગયા હતા" "થાય જ ને.અચાનક મળ્યા હોય એટલે.અને સ્મિતા તો નિત્યાને ત્યાં જોઈને વિચારવા લાગી હશે કે નિત્યા અહીંયા ક્યાંથી" "હા,એવું જ બનેલું" "કાવ્યા શું કરતી હતી?" "એઝ યુઝુઅલ!, મસ્તી" "બરાબર" "દીદી તો જલ્દી જતા રહ્યા હતા" "કેમ?" "પંકજકુમારના પપ્પાનો ફોન આવ્યો હતો એટલે" "કોઈ પ્રોબ્લેમ............" "ના,ના મમ્મી.એવું કંઈ જ ન હતું.એમના ફોઈ-ફુવા આવ્યા હતા એટલે એમને મળવા માટે જલ્દી