કોને ભૂલુંને કોને સમરુ રે - 56

  • 2.3k
  • 878

એ સાંજે મનહર ચંદ્રકાંતને આગ્રહ કરીને પોતાને ઘરે લઇ ગયો ત્યારે એક પલંગમા એક વડિલ આડાપડ્યા હતા ...ઘરમા એક અજીબ શાંતિ અને અજ્ઞાત ભય પથરાયેલો હતો...મનહરે ચંદ્રકાંતનીઓળખાણ કરાવી "આ મારો મિત્ર ચંદ્રકાંત.."પછી ચંદ્રકાંતને કહ્યુ " મારા દાદા છે" ચંદ્રકાંતે નમસ્તે કર્યુ ....અગાઉ મનહરે દાદાના પરિચયમા એટલુ કહેલુ કે તેઓ ઉત્તમ વૈદ્ય છે.નાગરોના નિયમ મુજબ કળાનુ અજબ જ્ઞાન સંગીતના ખાં પણ છે .....પણ સ્વભાવ પહેલેથી બહુ જઉગ્ર . હાં સૌથી મોટા દિકરા રસીકભાઇને ગુસ્સો ન કરે . અલકમલકની વાતો થઇ ત્યાં બહારસાઇકલની ઘંટડી વાગી અને સ્ટેંડ ઉપર સાઇકલ ચડાવી રસીકભાઇ મનહરના પિતાનુ આગમન થયુ...મધ્યમ કાઠી તીક્ષ્ણ નાક નકશો ગોરા વ્યવસ્થિત કપડામા