કનાનું ધ્યાન સામે ખાખરાની ડાળ પર તણખલુ ચાંચમાં લઈ માળો ગુંથતી પીળા માથાવાળી સુગરી તરફ હતું. ભેસો પાણીમાં પડી પડી આંખો બંધ કરી વાગોળી રહી હતી. કોઈક ભેંસોની માથે કાબર તો કોઈકનાં માથે બગલા બેઠા હતા. મોકો મળતા તે ભેંસોને ચોટેલા ઈતડા અને લાણું વીણતાં હતા. એટલામાં એક ભેંસના પૂછડાની ઝાપટે ઉડીને કાબર કાંઠે આવેલા બાવળની ડાળે બેસી ગઈ. તરત બીજી કાબર પણ ઉડીને ત્યાં હાજર થઈ ગઈ. નર માદા કાબરની જોડી હંમેશા સાથે જ રહે છે. થોડી વાર રહી, ફરી પાછી બંને ઊડીને ભેંસના માથા પર બેસી ફરી જીવાત વીણવા લાગી. કોઈ કોઈ ભેંસ પાણીમાં પડખું ફેરવતા પાણીનો ખળખળાટ