વિરેન્દ્રસિંહ અચાનક મહેલ થી ક્યાંક ચાલ્યા ગયા હતા. ક્યાં ગયા હશે તે ચિંતામાં જીતસિંહ કાવ્યા ને કહે છે.કાવ્યા તારી દિવ્ય દ્રષ્ટિ થી નજર કરી ને જો..મોટાભાઈ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે. કાવ્યા પોતાની દિવ્ય દ્રષ્ટિ થી વિરેન્દ્રસિંહ ને શોધવા ની કોશિશ કરે છે. પહેલા તેણે આજબજુના વિસ્તારો તરફ દ્રષ્ટિ કરી પણ તેને વિરેન્દ્રસિંહ ક્યાંય નજર ન આવ્યા. કાવ્યા આકાશ તરફ નજર કરીને જોયું પણ ત્યાં પણ ક્યાંય વિરેન્દ્રસિંહ નજર આવ્યા નહિ. કાવ્યા ચિંતિત બની ગઈ કે નથી આજુબાજુના વિસ્તારમાં કે નથી આકાશમાં તો વિરેન્દ્રસિંહ આખરે ક્યાં ગયા હશે.! કાવ્યા એ પોતાની દિવ્ય દ્રષ્ટિ વધુ તેજ બનાવીને દૂર