પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૪

(20)
  • 3.6k
  • 2
  • 1.9k

વિડિયોકોલ પર ચાલી રહેલી વાતોમાં સૌએ અમરાપરની ખૂબ વાતો વાગોડી, સૂચિતાએ તો કદી ઇન્ડિયા જોયું નહોતું છતાંય એને મજા આવી રહી હતી, શ્રેણીક અને નયનને ઇન્ડિયાનો પહેલી વારનો પ્રવાસ ગમી ગયો હતો, અમદાવાદમાં તો લાઇફસ્ટાઇલમાં બહુ વાંધો નહોતો પરંતુ અમરાપરની વાત તેઓના મનમાં ઘર કરી ગઈ અને શ્રેણિકના મનમાં શ્યામા! બધા વાતોમાં શ્યામા વિશે પૂછવાનું જાણી જોઈને ટાળી રહ્યા હતા કે શ્રેણિક પહેલ કરે છે કે નહિ? એક તો એનો શરમાળ સ્વભાવ અને ઉપરથી છોકરીની વાત એટલે સૌ મજા લઈ રહ્યા હતા, દાદા અને દાદીની સામે બોલવાની એની મર્યાદાથી તે કટિબદ્ધ હતો, છતાંય એ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે