પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૦

(17)
  • 2.8k
  • 2
  • 1.8k

રસોડામાં રંધાઈ રહેલી વાનગીઓની સોડમ છેક માઢમાં પ્રવેશતાની સાથે જોડે થતો હતો, આજે શ્યામાનું માંગુ લઈને મહેમાન આવ્યા હતા તો એમની નવાજીમાં કોઈ કસર ન રહે એ માટે પકવાનો રંધાઈ રહ્યા હતા, તેઓ માટે તળાઈ રહેલા મેથીના ભજીયા અને પુરીની સુગંધ પોતાની તીવ્રતા સર્જી રહી હતી, શીરો અને દૂધપાક એમની સોડમથી મઘમઘી રહ્યા હતા, ને બાસમતી ભાતની ભાત અને તમાલપત્રથી વધારેલ દાળની સોડમ જાણે આખાય માઢમાં અલૌકિક આનંદ પ્રસરાવી રહ્યા હતા, ને ઘમ્મર વલોણાંની છાશ એની તાજગી રેલાવી રહી હતી, આજે એ બધાં સ્વાદની સામે કદાચ ડોમિનોઝના પિત્ઝા અને મેક્-ડીની ફ્રેન્ચફ્રાઈઝ હારી જવાની હતી! આ બધામાં બનાવનાર અન્નપૂર્ણા સ્વરૂપ ગૃહિણીઓના